મુંબઈ : સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાનની બોલિવૂડમાં બે ફિલ્મો રિલીઝ થઈ છે અને તેની બંને ફિલ્મો કેદારનાથ તેમજ સિમ્બા હિટ સાબિત થઈ છે. જોકે સિમ્બામાં તેનો રોલ થોડો નાનો હતો અને તે પડદા પર 15 મિનિટ માટે જ જોવા મળી હતી. આ સંજોગોમાં સારાએ એક્ટર ટાઇગર શ્રોફ સાથે બાગી 3માં કામ કરવાની ના પાડી દીધી છે કારણ કે તેને લાગે છે કે જો બાગી 3માં પણ તેનો રોલ નાનો હશે તો તેની કરિયર માટે આ વાત યોગ્ય સાબિત નહીં થાય. સારાએ આ કારણોસર બહુ વિચાર્યા પછી આખરે બાગી 3માં કામ કરવાની ના પાડી દીધી છે. સારા ઇચ્છે છે કે તે દમદાર પાત્રવાળી ફિલ્મમાં જોવા મળે અને દર્શકોને પણ તેની એક્ટિંગ ગમે.
જુના અંગુરી ભાભીએ લીધો કરિયરને જબરો વળાંક આપતો નિર્ણય, બધી એક્ટ્રેસમાં નથી હોતો આવો દમ
હાલમાં સારા અલી ખાને બોમ્બે ટાઇમ્સ સાથે વાત કરી હતી. આ વાતચીત દરમિયાન સારાએ માહિતી આપી હતી કે તે તેની માતા અમૃતાની બે ફિલ્મો ચમેલી કી શાદી અને આઇનાની રિમેકમાં કામ કરવા ઇચ્છે છે. તેણે પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું છે કે ચમેલી કી શાદીમાં કોમિક ટાઇમિંગ અને માસુમિયત કમાલના હતા. આ સાથે મને આઇનાની રિમેકમાં પણ કામ કરવું ગમશે. આ ફિલ્મમાં તેઓ લિડિંગ લેડી નહોતા પણ આમ છતાં તેમનો રોલ એટલો મજબુત હતો કે તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો.
બાગીની વાત કરીએ તો બાગી અને બાગી 2એ બોક્સઓફિસ પર બમ્પર કમાણી કરી હતી. બાગીમાં ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર હતા તેમજ બાગી 2 રિલીઝ થઈ ત્યારે ટાઇગર અને દિશા પટણીની જોડી બધાના દિલમાં વસી ગઈ હતી. હવે બાગી 3નું પ્લાનિંગ ચાલી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે